ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વાર હાલમાં જ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ રાજ્યમાં ચાલતી આગણવાડીમાં કામ કરતાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. આ બાબતની જાહેરાત સરકાર દ્વારા ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ કરવામાં આવી હતી અને વિભાગ દ્વારા આજે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે નીચે તમે વાંચી શકશો.
પહેલા આગણવાડી કાર્યકરને ૭૮૦૦, આંગણવાડી તેડાગરને ૩૯૫૦ અને મીની આંગણવાડી કાર્યકરને ૪૪૦૦ રૂપિયા માનદ વેતન મળતું હતું. હવેથી તારીખ ૦૧/૧૦/૨૦૨૨ થી આગણવાડી કાર્યકરને ૧૦,૦૦૦, આંગણવાડી તેડાગરને ૫૫૦૦ અને મીની આંગણવાડી કાર્યકરની જગ્યાને આંગણવાડી કાર્યકરમાં ફેરવતા ૧૦,૦૦૦ રૂપિયા માનદ વેતન મળશે. આ બાબતનો સપૂર્ણ મહિલા અને બાળ વિકાસ વિભાગનો પરિપત્ર નીચે આપવામાં આવેલ છે.

